logo

અમરેલીના પૂર્વ સંસદ વીરજીભાઈ ઠુંમરે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી....


અમરેલીના પૂર્વ સાંસદ વીરજીભાઇ ઠુંમર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામા આવી છે. જેમા જણાવ્યુ હતુ કે, ડીસેમ્બર ૨૦૨૩ માં ખેડૂતોને એક કીલો ડુંગળીના ૨૫-૩૦ રૂપિયા જેવા પોષણક્ષમ ભાવ મળતા હતા, જે ૮ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ સરકાર દ્વારા કરવામાં આવેલ નિકાસબંધીના કારણે જાન્યુઆરી - ૨૦૨૪ માં ડુંગળીના બજાર ભાવ ખેડુતોની પડતર કિંમત કરતાં પણ નીચા એટલે કે ૧ કિલો ના ૧૦-૧૧ રૂપિયામાં ખેડુતો વેચવા માટે મજબુર બન્યા હતાં. સરકારે પણ ખેડુતોની ડુંગળી ૧૦-૧૧ રૂપિયા જેવા નીચા ભાવથી ખરીદી કરેલ.જાન્યુઆરી-ફેબ્રુઆરી મહીનામાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં માર્કેટીંગ યાર્ડ ખાંભા ખાતે સરકારે "શાંભવી એગ્રોફેડ" નામની સંસ્થા મારફતે હજારો ખેડુતો પાસેથી ખેડુતોની પડતર કિંમત કરતા પણ નીચા ભાવ એટલે કે ૧૦-૧૧ રૂપિયા પ્રતિ કિલો ના ભાવથી ડુંગળીની ખરીદી કરી હતી. ડુંગળી ની ખરીદી કર્યાના ૬૦-૭૦ દિવસ બાદ આજે પણ હજારો ખેડુતોને નાણા ચુકવવામાં આવ્યા નથી. જેનાં કારણે ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે આપના લેવલેથી આગળની તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરી ખેડુતોને તેમનાં નાણા સત્વરે ચુકવવામા આવે તે બાબતે પત્ર મારફતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરવામા આવી છે....

16
2798 views